Shashwat Ayurved
Here At "Shashwat Ayurved" we cure all kind of diseases with authentic ayurvedik medicine...
We off
*માસિકની તકલીફમાં આયુર્વેદ સારવાર અને પંચકર્મના સામાન્ય ફાયદા*
માસિકની તકલીફ એટલે માત્ર બ્લીડીંગનો પ્રોબ્લેમ નથી. એ શરીરના હોર્મોન્સ, પાચન અને માનસિક તણાવનું પરિણામ છે. આયુર્વેદ આ ત્રણેયને એક સાથે ઠીક કરે છે.
આયુર્વેદ સારવારના સામાન્ય ફાયદા
૧. હોર્મોન્સ કુદરતી રીતે બેલેન્સ થાય છે*
બહારથી હોર્મોન આપ્યા વગર, શરીર પોતે હોર્મોન બનાવતું થાય છે. એટલે માસિક કુદરતી રીતે નિયમિત થાય છે.
૨. દુઃખાવો મૂળમાંથી ઓછો થાય છે*
દર મહિને પેઈનકિલર લેવાની જરૂર નથી પડતી. વાત સંતુલિત થવાથી માસિક વખતનો કમરનો અને પેટનો દુઃખાવો ધીમે ધીમે બંધ થઈ જાય છે.
૩. સફેદ પાણી અને વારંવારનું ઇન્ફેક્શન મટે છે*
ગર્ભાશય અંદરથી મજબૂત બને છે એટલે સફેદ પાણી, ખંજવાળ અને દુર્ગંધ જેવી તકલીફો ફરી વાર નથી થતી.
૪. ગાંઠા વાળું, કાળું અને વચ્ચે વચ્ચે આવતું માસિક સુધરે છે*
લોહી શુદ્ધ અને પાતળું બને છે એટલે ગાંઠા વગરનું, ચોખ્ખું લાલ અને પૂરા દિવસો સુધી માસિક આવે છે.
પંચકર્મના સામાન્ય ફાયદ
🌿 આયુર્વેદ એટલે માત્ર દવા નથી, એ જીવન જીવવાની કળા છે! 🌿
આજના દોડધામ ભર્યા જીવનમાં આપણે તરત સારું થવા માટે દવાઓ લઈએ છીએ, પણ શું તેનાથી મૂળ કારણ મટે છે?
*આયુર્વેદ કહે છે - રોગને નહીં, રોગીને સાજો કરો.*
✨ *આયુર્વેદ શા માટે જરૂરી છે?*
1. મૂળથી ઈલાજ:* આયુર્વેદ તકલીફને દબાવતું નથી, તેના મૂળ કારણને - ત્રિદોષ (વાત, પિત્ત, કફ) ને સંતુલિત કરે છે.
2. કોઈ આડઅસર નહીં:* કુદરતી વનસ્પતિ, તુલસી, અશ્વગંધા, ગળો, હળદરથી બનેલી દવાઓ એટલે લાંબા ગાળે પણ સુરક્ષિત.
3. રોગપ્રતિકારક શક્તિમાં વધારો:* આયુર્વેદ માત્ર બીમારી મટાડતું નથી, તમને ફરી બીમાર ન પડો એવી તાકાત આપે છે.
4. જીવનશૈલીનું માર્ગદર્શન:* શું ખાવું, ક્યારે સૂવું, દિનચર્યા કેવી હોવી - આયુર્વેદ સંપૂર્ણ સ્વસ્થ જીવનનો નકશો આપે છે.
તમારું સ્વાસ્થ્ય અમારો સંકલ્પ..
*ઉદર અભ્યંગ / ઉદર મર્દન - ફાયદાઓ
1. *વાયુ અનુલોમન માટે -* કબજિયાત, પેટ ફૂલવું, ગેસ, મળ સાફ ન આવવો
2. *અગ્નિ માટે -* ભૂખ ન લાગવી, ખાધેલું ન પચવું
3. *ગુલ્મ / ઉદાવર્ત / અર્શ -* પેટમાં ગઠ્ઠો, વાયુ ઉંધો ચડવો, હરસ
4. *સ્ત્રી રોગ -* કષ્ટાર્તવ (દુખાવાવાળું માસિક), અનિયમિત માસિક, ગર્ભાશયમાં ચીપકાવ, એન્ડોમેટ્રિઓમા માં
5. *મૂત્ર રોગ -* વારંવાર પેશાબ જવું, પેશાબ અટકવો
6. *કટિશૂલ -* કમરના દુખાવા સાથે પેટ ભારે રહેવું
7. *મન -* ચિંતા, ઉંઘ ન આવવી, નાભિ દ્વારા વાત શાંત કરવા
**શીળસ (શીતપિત્ત)* -
શું તમને અચાનક આખા શરીરે લાલ-લાલ ચકામા થઈ જાય છે? ખૂબ ખંજવાળ આવે છે અને બળતરા થાય છે? થોડા કલાકોમાં મટી પણ જાય છે, પણ બીજા દિવસે પાછું આવે છે? તો આને આયુર્વેદમાં *શીતપિત્ત એટલે કે શીળસ* કહેવાય છે.*એલર્જીની ગોળીથી કેમ કાયમી મટતું નથી?*
એલર્જીની ગોળી માત્ર ખંજવાળને દબાવે છે, અંદરનું ગંદુ લોહી અને પિત્ત અંદર જ રહી જાય છે. એટલે દવા બંધ કરતા જ શીળસ પાછું આવે છે.
*શીળસ માટે પંચકર્મ - જડમૂળથી ઉપાય*
આયુર્વેદ કહે છે, શરીરને અંદરથી સાફ કરો તો જ શીળસ જશે.
*1. વમન કર્મ -* જો સવારે ઉઠતા જ શીળસ થતું હોય, કફ વધુ હોય તો વમનથી છાતીમાં જમા કફ બહાર નીકળે છે.
*2. વિરેચન કર્મ -* આ શીળસ માટે સૌથી જરૂરી છે. તેનાથી પેટની ગરમી અને પિત્ત ઝાડા વાટે બહાર નીકળે છે. પેટ સાફ થતા જ શીળસ ઓછું થઈ જાય છે.
*3. રક્તમોક્ષણ (જળોકા ઉપચાર) -* આ સૌથી ઝડપી રાહત આપે છે. જળો દ્વારા દૂષિત લોહી કાઢવાથી લાલ ચકામા અને ખંજવાળ તરત જ શાંત થાય છે.
*4. તક્રધારા / સર્વાંગ ધારા -* ખંજવાળને લીધે બળતરા, બેચેન�
સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા
આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિકો આ સમાજને અર્પણ કર્યા છે, અને તે માટે તેમણે કેટકેટલાય પ્રયત્નો કર્યા હતા. સ્વસ્થ અને નિરોગી સમાજ માટે આજે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ વિચાર કરે જ છે અને તેના માટે સતત પ્રયત્નો પણ ચાલે જ છે. અબજો રૂપિયાનું બજેટ આજે WHO દ્વ્રારા પ્રત્યેક દેશને અપાય છે. અલગ અલગ પ્રકારના કેમ્પો, રાહતો અને ફરજિયાત રસીકરણના કાયદા થકી તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પણ તે પ્રયત્નની સરખામણીમાં પરીણામ બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. સમાજ માં આરોગ્યના સંદર્ભે સ્વસ્થતા જરૂર વધી છે. પણ માનસિક અને સંસ્કારની સ્વસ્થતાનું શું ?
આખા વિશ્વમાં સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ બદલાયા નથી અને તેની દવાઓ આજે પણ અસર કરે જ છે.
તો, ખરેખર સ્વસ્થ સમાજ કેવો હોઇ શક�
વંધ્યત્વ (Infertility) અને ઉત્તરબસ્તિ - આયુર્વેદનો શ્રેષ્ઠ ઉપાય*
- Tube Block ?
- PCOD / ઈંડા નથી બનતા / ઈંડા નથી ફૂટતા?
- માસિક અનિયમિત?
- વારંવાર કસુવાવડ થઈ જાય છે?
તો આયુર્વેદ કહે છે - ગર્ભાશય ને અંદરથી શુદ્ધિ અને પોષણની જરૂર છે.
*વંધ્યત્વમાં ઉત્તરબસ્તિથી ફાયદા:*
*1. ટ્યુબ બ્લોક ખુલે છે - ગરમ ઘી થી ટ્યુબમાં ચોંટેલો કચરો નીકળી જાય છે અને સોજો ઉતરે છે.
2. ઈંડા સારા બને છે - અંડાશય (O***y) ને પોષણ મળવાથી સારા અને મોટા ઈંડા બને છે, જે PCOD માં ખૂબ જરૂરી છે.
3. ગર્ભ ચોંટે છે - ગર્ભાશયની અંદરની દિવાલને મજબૂત બનાવે છે, જેથી ગર્ભ રહી જાય અને કસુવાવડ અટકે છે.
4. માસિક નિયમિત થાય છે - હોર્મોન્સ બેલેન્સ થાય
*ઉત્તરબસ્તિ એટલે શું નથી?*
આ કોઈ ઓપરેશન નથી, કોઈ ઈન્જેક્શન નથી. આ તો ગર્ભાશયને અંદરથી સ્નેહ ને મુકવાની પ્રક્રિયા.
*કટિબસ્તિ - સાયટિકા અને કમરના દુખાવા માટે શ્રેષ્ઠ ઉપાય*
શું તમને કમરમાંથી દુખાવો પગ સુધી ઉતરે છે?
ઉભા રહેવામાં, ચાલવામાં તકલીફ થાય છે?
આને સાયટિકા (ગૃધ્રસી) કહે છે.
*કટિબસ્તિ શું છે?*
આયુર્વેદની ખાસ પંચકર્મ સારવાર છે. કમર પર ઔષધીય ગરમ તેલને 30-40 મિનિટ સુધી રાખવામાં આવે છે. તેલ અંદર ઉંડે સુધી જઈને નસોને મજબૂત કરે છે.
કટિબસ્તિના ફાયદા:*
✅ કમરનો અને પગમાં ઉતરતો દુખાવો ઓછો થાય છે
✅ પગની ઝણઝણાટી અને ખાલી ચડવી બંધ થાય છે
✅ કમરની નસો પરનો સોજો અને દબાણ ઓછું થાય છે
✅ કમરની ગાદી (Disc) ને પોષણ મળે છે
✅ દુખાવાની દવા પર નિર્ભરતા ઓછી થાય છે
Age is just number, learning never end but it's beginning of the best service..
Different age,Different states thought we are together just because of ayurved's love....Puna dairy..
*PCOD/ PMOS - શું મટી જાય ખરું ?*
દર ત્રણ માંથી એક દીકરીને આજે પીસીઓડી છે.
અનિયમિત માસિક, વજન વધવું, ચહેરા પર ખીલ અને વાળ, વારંવાર ગર્ભપાત થવો...
દવા લો એટલે માસિક આવી જાય, દવા બંધ એટલે પાછું બંધ. આવું કેમ?
*આયુર્વેદ શું કહે છે ?*
ખોટો ખોરાક, રાત્રે જાગવું, દિવસે સૂવું, ચિંતા - આ બધાથી કફ અને વાત બગડે છે.
પેટમાં આમ બને છે, જે આર્તવ વહન કરતી નળીઓને ચોંટાડી દે છે. અંડા સમયસર ફૂટતા નથી અને ગાંઠ (સીસ્ટ) બની જાય છે.
એટલે ફક્ત દવાથી નહીં, શરીરને અંદરથી સાફ કરવું જરૂરી છે - જે પંચકર્મથી જ થાય છે.
*પીસીઓડીમાં પંચકર્મ ચિકિત્સા*
૧. વમન :* વધેલા કફને બહાર કાઢવા માટે. વજન, ખીલ અને ગાંઠ માટે સૌથી ઉત્તમ.
*૨. વિરેચન :* પિત્ત શુદ્ધિ માટે. હોર્મોન્સ બેલેન્સ થાય છે અને માસિક નિયમિત આવે છે.
*૩. લેખન બસ્તિ :* આ પીસીઓડીની મુખ્ય ચિકિત્સા છે. ચરબી ઓગળે છે, વજન ઘટે છે અને ઈન્સ્યુલીન બેલેન્સ થાય છે.
*૪. ઉત્તર બસ્તિ :* ગર્ભાશયમાં ઔષધિયુક્ત ઘી મૂકવામાં આવે છે. જેનાથી બંધ થયેલા સ્ત્રોતો ખુલે છે, સારું અ�
વ્યંધત્વ એટલે શું? એ ખામી નથી, એ તો શરીરનો સંકેત છે...ઘણા પતિ-પત્ની વિચારે છે કે સંતાન નથી થતું એટલે અમારામાં કોઈ ખામી છે.
ના એવું બિલકુલ નથી.
આયુર્વેદ કહે છે સંતાન માટે 4 વસ્તુ જોઈએ:
1. સારું બીજ
2. સાફ અને મજબૂત ગર્ભાશય
3. સાચો સમય
4. શરીરમાં પૂરતું પોષણ
આમાંથી એક પણ બગડે તો Pregnancy રોકાય.
*આયુર્વેદ શું કરે છે?*
આયુર્વેદ અંડાણુ બનાવવાની દવા નથી આપતું, આખા શરીરને માતા-પિતા બનવા લાયક બનાવે છે.
✅ હોર્મોન્સને કુદરતી રીતે બેલેન્સ કરે
✅ ગર્ભાશય અંદરથી સાફ અને મજબૂત બનાવે
✅ બીજની Quality સુધારે જેથી ગર્ભ મજબૂત રહે અને વારંવાર પડી ના જાય
✅ કોઈ આડઅસર નહીં, કોઈ ગરમ દવા નહીં
✅ સૌથી અગત્યનું - મનની શાંતિ આપે. ટેન્શન ઓછું તો Pregnancy જલ્દી રહે.
વ્યંધત્વનો ઈલાજ છે. સમયસર તપાસ અને સાચી જીવનશૈલીથી 80% લોકોને કુદરતી રીતે સંતાન પ્રાપ્તિ થાય છે.
Telephone
Website
Address
F-10, 11, Varniraj Complex, Vraj Chowk Road, Sarthana Jakatnaka
Surat
395006
Alerts
Be the first to know and let us send you an email when Shashwat Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
